ધર્મપથ પાર આધ્યાત્મ ની આંગળી પકડાવી આત્મા ને પરમાત્મા સુધી પહોંચાડી નિજાનંદ પરમાનંદની પ્રાપ્તિ કરાવી આપતું પતિતપાવન તીર્થ.

જૈન ધર્મ ના ઇતિહાસમાં અને સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય માં આવેલ પ્રમુખ જૈન તીર્થભૂમિ શંખેશ્વર તીર્થ ના મુખ્ય માર્ગ પાર નિર્માણ પામી રહેલ ત્રેવીસમા તીર્થંકર ૐ શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન સહિત આઠ તીર્થંકર ભગવાન નું શિખરબંધી જિનાલય.

ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ મધ્યે સ્થિત શિખરબંધી મુખ્ય જિનાલય માં બિરાજશે મોક્ષપ્રદાતા ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન, જેમના દર્શન તથા પૂજા માત્ર થી મનુષ્ય ના પાપ-તાપ નષ્ટ થઇ જાય એવા આઠ તીર્થંકર ભગવાન ની પ્રતિષ્ઠા ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન ની સાથે કરવામાં આવી છે. પૂર્ણિમા તથા વદ દશમ ના દિવસે કરવામાં આવતા દર્શન નું ફળ સાધકને અનંતગણું પ્રાપ્ત થાય છે. મુખ્ય શિખરબંધી જિનાલયમાં વિરાજિત મૂળનાયક ૐકાર શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ભગવાન ની તેમજ આઠ તીર્થંકર ભગવાનની પ્રતિમાજી ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. વ્યંતર દેવ શ્રી મણિભદ્ર વીરની પ્રતિમાજીની પ્રતિષ્ઠા મૂળનાયક ભગવાન ની સન્મુખ મુખ્ય જિનાલયમાં કરવામાં આવશે.

ૐકારશ્રી પાર્શ્વનાથપુરમ ના મુખ્ય પ્રવેશદ્વાર ની ડાબે તથા જામને નિર્મિત થનાર બે કળશ દેરાસરો પૈકી નું પ્રથમ કળશ દેરાસર માં સ્થાપિત થશે મૂળનાયક શ્રી કુબેરદેવ તથા નવગ્રહો જેમના દર્શન કરનાર સાધકોના તમામ કષ્ટો અને બાધાઓ દૂર થશે. દેરાસર માં શ્રી નાકોડા ભૈરવ, શ્રી પાર્શ્વયક્ષ તથા દેરાસર ની મધ્યે શ્રી સર્વતોભદ્ર ગૌતમલબ્ધી લક્ષ્મીસૂરી ચક્ર ની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી સર્વતોભદ્ર ગૌતમલબ્ધી સુરીચક્ર મનુષ્યને આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રિવિધ ટાપોમાંથી પૂર્ણ મુક્તિ અપાવશે. ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ ના પ્રથમ કળશ માં પ્રતિષ્ઠા પામેલ શ્રી સર્વતોભદ્ર ગૌતમલબ્ધી સુરીચક્ર ચોવીસમાં જૈન તીર્થંકર ભગવાન શ્રી મહાવીર ના પ્રથમ શિષ્ય શ્રી ગણધર ગૌતમસ્વામી ત્રિકાળદર્શી અને અનંત જ્ઞાન ના સાગર છે. શ્રી ગણધર ગૌતમસ્વામી રચિત શાસ્ત્રોના પરમ જ્ઞાનના માધ્યમ થી ચોવીસ તીર્થંકરોના જન્મતિથિ સમયના પ્રમાણે ગાણિતિક ગણનાઓ કરી, ગ્રહ નક્ષત્રોના સુક્ષ્માતી સૂક્ષ્મ અવલોકનોને ધ્યાનમાં લઇ શ્રી સર્વતોભદ્ર ગૌતમલબ્ધી સુરીચક્ર ની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. જૈન ઓરાશાસ્ત્રો ની વિશેષ ગણતરી ઓ ને લક્ષ્ય માં લઇ પ્રતિષ્ઠા પામનાર આ ચક્ર ની પૂજા ઉપાસનાથી સાધકના જન્મોજન્મના સંચિત કર્મો દગ્ધબીજ થઇ તેને કર્મબંધનમાંથી મુક્તિ અપાવે છે.

દ્વિતીય કળશ દેરાસર માં જગતજનની માં જગદંબા સહિત સાતદેવીઓની પ્રાણપતિષ્ઠા કરવામાં આવી છે, દેવીના દિવ્ય દર્શન કરનાર દર્શનાર્થી મનોવાંછિત સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરશે.

ક્ષેત્રપાલ વીર

” સાત અખંડ પૂનમ જે ભરતા , ક્ષેત્રપાલ વીર તેને ફળતા “

બે કળશ દેરાસરોની આસપાસ નિર્માણ પામનાર બે લઘુ મંદિરો પૈકીના પ્રથમ મંદિર માં વિરાજિત છે શ્રી શ્રેત્રપાલ વીર દાદા. પ્રત્યેક જનસમુદાય ના રક્ષકદેવ એવા શ્રી ક્ષેત્રપાલ વીર ના આશીર્વાદ પામી વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. શ્રી ક્ષેત્રપાલ વીરના આ મંદિરના દર્શન કરી વીર ને સુખડીનો પ્રસાદ ધરાવનાર ભક્ત સર્વ તકલીફોમાંથી મુક્તિ મેળવે છે.

દ્વિતીય લધુમંદિર માં જૈન આચાર્ય શ્રી વિજયમિત્રાનંદ સુરીશ્વરજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ધર્મ, ભક્તિ અને જ્ઞાનના ત્રિવેણી સંગમ સમાન આચાર્ય શ્રી જૈન ધર્મમાં આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ત્રિકાળજ્ઞાની અને તમામ જૈન શાસ્ત્રોના જ્ઞાતા એવા આચાર્યશ્રીના શિષ્ય હોવાનું સૌભાગ્ય ઓમઋષિ પૂજ્ય શ્રી પ્રિતેશભાઇ ને સાંપડ્યું છે. જૈન ધર્મ, જૈન મંત્રશાસ્ત્ર તથા જૈન મુહૂર્તશાસ્ત્ર ની સૂક્ષ્મ ગાણિતિક ગણનાઓના આધારે સંપૂર્ણ શસ્ત્રોક્ત વિધિ વિધાન સહિત નિર્માણ પામનાર દૈવી શક્તિઓયુક્ત ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ ની વિશિષ્ટતાઓ અલૌકિક અને અવર્ણનીય છે. ૐકાર સંપ્રદાયના આર્ષદૃષ્ટા અને સ્થાપક ઓમઋષિ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રિતેશભાઇ ની પ્રેરણાથી આકાર પામી રહેલ ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ ની પુણ્યભૂમિ પર પગ મુકનાર દર્શનાર્થી ને પરમાત્માનો સાક્ષાતકાર પામવાનું એક સર્વોત્તમ માધ્યમ ઉપલબ્ધ થશે તેમજ ભૌતિક સુખ સંપત્તિ ની સાથે સાથે આત્માથી પરમાત્મા સુધીની યાત્રા સરળ બની જશે.

ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ માં શાસ્ત્રજ્ઞો, જ્ઞાનીઓ અને પંડિતો દ્વારા સાધકોને મળશે ધર્મ તેમજ અધ્યાત્મનું સચોટ માર્ગદર્શન અને દિશાસૂચન. ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ માં નવગ્રહોના તમામ પ્રકારના મંત્ર જાપ ,વિધિ-વિધાન તેમજ યજ્ઞ-યાગાધિ કરવામાં આવશે. દર્શનાર્થી સાધકો ના રાશિ ભવિષ્ય અને જન્મકુંડળીના આધારે સંબંધિત ગ્રહો ની વિધિપૂર્વક પૂજા-અનુષ્ઠાન અહીં નિઃશુલ્કપને કરી આપવામાં આવશે . વિદ્વાન પંડિતો દ્વારા સંપન્ન થનાર શાસ્ત્રોક્ત પ્રક્રિયા સાધકને મનોવાંછિત ફળ આપવામાં નિઃશંકપણે સહાયભૂત નીવડશે.

શાસ્ત્રોમાં વર્ણિત નવ દેવીઓના પૂજા-પાઠ, હોમ-હવન તેમજ અનુષ્ઠાન ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ માં નિઃશુલ્કપને કરી આપવામાં આવશે. ૐકાર શ્રી પાર્શ્વનાથપુરમ માં એક અદભૂત ધ્યાનકેન્દ્ર સ્થાપિત છે. ધ્યાનકેન્દ્રમાં બેસી સાધના કરનાર સાધક ત્વરિત ગતિ થી ધ્યાનમાં એકાગ્રતા અને નિપુણતા મેળવી આત્મતત્વ થી પરમાત્મતત્વ સુધીની આત્મિક યાત્રા પરિપૂર્ણ કરી શકશે.