ૐકારધામ તીર્થ એ ધર્મમય જીવન જીવવાની, મોક્ષનો માર્ગ પામવાની, ઈશ્વર સાથે આત્માનો ભાવ બાંધવાની અને એક મનુષ્યજીવનની યાત્રાને ધર્મયાત્રા બનાવવાનું કારણ બને છે. યાત્રા તે કહેવાય, જે ભવથી રક્ષણ કરે અને પાર ઉતારે! દ્રવ્ય (ધન) પૂજા કરતાં કરતાં ભાવભક્તિની વિશેષતા પ્રાપ્ત થાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. દ્રવ્ય એ કારણ છે, તેથી ભાવરૂપકાર્યની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય (ધન) એ પગથિયાં છે તો ભાવ એ મંજિ છે, પણ પગથિયાં વિના મંજિલ શીદને પ્રાપ્ત કરી શકાય ? દ્રવ્ય (ધન) એ સ્થૂળ છે, જ્યારે ભાવ સૂક્ષ્મ છે, માટે દ્રવ્ય કરતાં ભાવમાં તાકાત વધુ હોય છે તે સહજ છે અને સ્વીકૃત છે.
પરંતુ દ્રવ્ય (ધન) એ કારણ અને માધ્યમ હોવાથી તેનો ત્યાગ કરી દેવાની મૂર્ખતા ન કરાય, કારણ કે તેના માધ્યમથી આગળની કક્ષા ભૂમિકા અને માર્ગમાં પ્રતિમાન બની શકાય છે.